શિયાએ મંગળવારે સાંજે યુક્રેનના બે શહેરો ક્રેમેન્ચુક અને ક્રેમેટોર્સ્ક પર મિસાઈલ હુમલા કર્યા હતા. ક્રમાટોર્સ્કની મધ્યમાં સૌથી વ્યસ્ત જગ્યાએ મિસાઇલ હુમલો થતાં એક બાળક સહિત કુલ ચાર લોકો માર્યા ગયા હતા અને ૪૨ લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સાંજે લગભગ ૦૭:૩૦ વાગ્યે એટેક થયો હતો.
જેમાં બે S-૩૦૦ સરફેસ ટુ એર મિસાઇલો શહેર પર છોડવામાં આવી હતી. તો બીજી તરફ વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિન ૨૭ જૂને બેલારુસ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ તેની પુષ્ટિ કરી છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ બુધવારે મોડી સાંજે રશિયાની ખાનગી સેના વેગનરના વિદ્રોહ અને સમાધાન બાદ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે જ્યારે વેગનરનો વિદ્રોહ ચરમસીમા પર હતો, ત્યારે પુતિને તેમને પ્રિગોઝિનની હત્યા કરવાનું પણ કહ્યું હતું.
જો કે, લુકાશેન્કોએ પુતિનને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવાનું કહ્યું, પછી સમજૂતી થઈ હતી. રશિયાએ પણ પ્રિગોઝિન સામેના તમામ કેસ સમાપ્ત કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ ડીલ હેઠળ વેગનર ગ્રુપના મોટા હથિયારો અને હાર્ડવેરને પરત ખેંચવાની તૈયારી ચાલી રહી છે.