ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ શાકભાજીના ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતાં જ ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાનો પ્રારંભ થતાં જ શાકભાજીની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ટામેટાના ભાવમાં તો બમણો વધારો થયો છે. ટામેટા ઉપરાંત કોથમીર અને આદુના ભાવમાં પણ વધારો થયો છે.

જીવન જરૂરીયાતના શાકભાજી ભાવમાં જંગી વધારો થતાં લોકોમાં ભારે દેકારો બોલી ગયો છે. ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ટામેટાની કિંમત પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો આદુની કિંમત ૩૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. કોથમીરની કિંમત ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આ ઉપરાંત રીંગણા, ભીંડો, કારેલા સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ કિલોએ રૂ.૧૦થી ૨૦નો વધારો થયો છે.

 

૧૫ દિવસમાં જ કિલોના ભાવમાં રૂ. ૫૦થી ૭૦નો ભડકો થયો છે. ખાસ કરીને ટમેટા, મરચા અને કોથમીરના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થવા પાછળનું કારણ આપતા એક વેપારી જણાવે છે કે વધુ પડતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે શાકભાજીની ખેતીમાં નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *