વર્સોવા-બાંદ્રા સી લિંકનું અને મુંબઈ-ટ્રાન્સ હાર્બર લિન્કનું બદલાયું નામ
મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરવામાં આવ્યું છે. આ સાંથે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલવામાં આવ્યું છે અને હવે તે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતુ તરીકે ઓળખાશે.
આજે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગયા મહિને સાવરકરના જન્મદિવસના દિવસે જાહેરાત કરી હતી કે, બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ હિન્દુત્વના વિચારક વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે, કેન્દ્રીય શૌર્ય પુરસ્કારની જેમ રાજ્ય કક્ષાના શૌર્ય પુરસ્કારને પણ સ્વાતંત્ર્ય વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે.