કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની APMCમાં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો ૨ રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.
આ પેકેજનો વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ૧૪ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું પરંતુ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારવામાં આવી છે જે, નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી ૨૬ જુલાઈ સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.