પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપના દિગ્ગજ નેતાઓની મેરેથોન બેઠક

પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપના દિગ્ગજ નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન LKM ખાતે કલાકો સુધી ચાલી, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કવાયતમાં લાગી છે. આ દરમિયાન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના દિગ્ગજ નેતાઓની મેરેથોન બેઠક તેમના સત્તાવાર નિવાસસ્થાન LKM ખાતે કલાકો સુધી ચાલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક લગભગ ૫ કલાક સુધી ચાલી હતી. એવું માનવામાં આવે છે કે, પીએમ મોદીના નિવાસસ્થાને ભાજપના મુખ્ય નેતાઓની આ બેઠકમાં આગામી ચૂંટણીઓ અને સમાન નાગરિક સંહિતા (યુસીસી) પર ચર્ચા કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો .

અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ મહત્વની બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારથી માંડીને વિવિધ રાજકીય વિષયો પર ચર્ચા ગઈકાલે સાંજે ૦૭:૦૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, જે મોડી રાત સુધી ચાલી હતી અને આશરે ૧૨:૦૦ વાગ્યા સુધી બેઠક ચાલી હતી.

આ મહત્વપૂર્ણ બેઠક બાદ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સાથે ઘણા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક, ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમમાં ફેરફાર, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઘણા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *