મધ્ય પેરિસમાં તોડફોડ અને હિંસાની ઘટનાઓ બાદ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી
ગુરુવારે ફ્રાન્સના મોટા શહેરોમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. ટ્રાફિક સ્ટોપ દરમિયાન અલ્જેરિયન અને મોરોક્કન મૂળના યુવક પર પોલીસે ગોળીબાર કરતાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર ફ્રાન્સમાં ૪૦ હજાર પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પેરિસની પશ્ચિમી હદમાં આવેલા નાન્તેરેના કામદારોના નગરમાં મંગળવારે પોલીસ ગોળીબારમાં ૧૭ વર્ષીય નાહેલ એમનું મૃત્યુ થયા બાદ દેખાવકારોએ કારને આગ લગાડી, રસ્તાઓ રોકીને પોલીસ પર શેલ ફેંક્યા હતા.
પેરિસ પોલીસે જણાવ્યું હતું કે મધ્ય પેરિસમાં તોડફોડ અને હિંસાની ઘટનાઓ બાદ ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય ૧૬ લોકોને ચોરીના સામાન સાથે પકડવામાં આવ્યા હતા.