ગુજરાતમાં અવિરત વરસાદને પગલે તંત્રને ૨૧૮ રોડ બંધ કરવાની ફરજ પડી છે. જેમાં ૯ સ્ટેટ હાઈવે તેમજ પંચાયત હસ્તકના ૧૯૮ અને ૧૧ અન્ય માર્ગો બંધ કરાયા છે.
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના પગલે મેઘમહેર થઈ છે. અવિરત વરસાદને પગલે તંત્રને ૨૧૮ રોડ બંધ કરવાની ફરજ પડી છે. જેમાં ૯ સ્ટેટ હાઈવે તેમજ પંચાયત હસ્તકના ૧૯૮ અને ૧૧ અન્ય માર્ગો બંધ કરાયા છે. સૌથી વધુ નવસારીમાં ૬૭ માર્ગ બંધ કરાયા છે. જ્યારે વલસાડમા ૫૪, તાપીમાં ૨૨, સુરતમાં ૨૫, ડાંગમાં ૧૪, જુનાગઢ જિલ્લામાં ૧૩ માર્ગો બંધ કરાયા છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે એસટી બસના રૂટને પણ અસર થઈ છે. વ્યાપક વરસાદના કારણે રાજ્યમાં ૩૨ રૂટની ૧૦૪ બસની ટ્રીપ રદ્દ કરાઈ છે. તો ભારે વરસાદ કારણે ૨૩ ગામોમાં વિજ પુરવઠાને પણ અસર થઈ છે. જાફરાબાદના ૧૦ ગામોમાં અંજારના ૯ અને ભુજના ૧ ગામમાં અને જુનાગઢના ૧ જ્યારે ઉનાના ૨ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે.