પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર દર વર્ષે ખેડૂતો-ખેતી માટે ૬.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ’ પર એક કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ પર સરકારી ખર્ચના આંકડા જાહેર કર્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે વાર્ષિક ૬.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, છેલ્લા ૯ વર્ષમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે તેમની ઉપજ ખરીદીને ૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારે ગયા વર્ષે ૧૦ લાખ કરોડની ખાતર સબસિડી આપી હતી. મોદીએ કહ્યું કે બીજા શબ્દોમાં કહીએ તો, સરકાર કૃષિ અને ખેડૂતો પર દર વર્ષે આશરે ૬.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ૨૦૧૪ માં સત્તામાં આવ્યા પછી તેમની સરકાર પીએમ-કિસાન યોજના, એમએસપી અને ખાતરોમાં સબસિડી જેવી યોજના લઈ આવી છે.