મધ્યપ્રદેશમાં ચાલું વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા પીએમ મોદીએ ગરીબોની મફત સારવારને લઈને એક ગેરન્ટી આપી છે.
ચૂંટણીવાળા રાજ્ય મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ ગરીબોની મફત સારવારને લઈને એક ગેરન્ટી આપી છે. શહડોલમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આયુષમાન કાર્ડ એ હોસ્પિટલોમાં ૫ લાખની સારવારની ગેરન્ટી છે. આ મોદીની ગેરન્ટી છે.
આયુષ્માન કાર્ડ બતાવતા પીએમ મોદીએ કહ્યું કે, તમે આ મોદી ગેરેન્ટેડ કાર્ડથી દેશની કોઈપણ હોસ્પિટલમાં જઈને ૫ લાખ સુધીની સારવાર કરાવી શકો છો. પીએમે તેને પોતાની ગેરંટી ગણાવતા કહ્યું કે આ મારી ગેરંટી છે કે આ કાર્ડ બતાવ્યા બાદ કોઈ તમને સારવાર માટે ના પાડી શકે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે મધ્યપ્રદેશમાં ૧ કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યાં છે. આ બંને પ્રયત્નોનો સૌથી મોટો લાભ આપણા ગોંડ સમાજ, ભીલ સમાજ અને અન્ય આદિવાસી સમુદાયના લોકો છે.
“આજે અહીં મધ્યપ્રદેશમાં ૧ કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જો કોઈ ગરીબ વ્યક્તિને ક્યારેય હોસ્પિટલમાં જવું પડે છે, તો આ કાર્ડ તેના ખિસ્સામાં ૫ લાખ રૂપિયા સુધીના એટીએમ કાર્ડ તરીકે કામ કરશે.
મોદીએ વિપક્ષી એકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ બધા ભ્રષ્ટ અને રાજવંશી લોકો હવે એકઠા થયા છે. હવે તમે આ તમામ લોકોને એક મંચ પર એક સાથે જામીન પર જોશો.