૧૦ જુલાઇથી ક્રુઝ લોકો માટે ખુલ્લુ મુકાશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં લોકો સાબરમતી નદીનો નજારો જોતા જોતા જમવાની મજા માણી શકશે. આ એશિયાની સૌથી મોટી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કમ ક્રુઝ હશે જેને ૧૦ જુલાઇથી લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવશે.
ક્રુઝમાં જમવાની સાથો સાથ ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, ડીજે સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિતની તમામ મનોરંજનની સુવિધાઓ રાખવામાં આવી છે. જેની ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન તેમજ રિવરફ્રન્ટ ક્રૂઝ વેબસાઇટ પરથી મેળવી શકાશે.રૂપિયા ૧૦ કરોડના ખર્ચે શરુ થતી આ ફ્લોટિંગ રેસ્ટોરાં અમદાવાદીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.