ઉત્તર ભારતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મહિનામાં દેવાધિદેવ મહાદેવ ભોલેનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સમગ્ર શ્રાવણ માસમાં પ્રતિદિન શિવલિંગ પર જલાભિષેક કરે છે. દિલ્હીના ગૌરીશંકર મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે.
જયારે મહાદેવની નગરી કાશીમાં પણ જલાભિષેક માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે. કાશીમાં ભક્તોએ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી પણ લગાવી છે. કહેવાય છે કે, શ્રાવણ માસ ભગવાન શિવજીને અતિ પ્રિય છે. જયારે મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. શ્રાવણ માસમાં ભક્તોની ભીડને લઈને મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા વિશેષ વ્યવસ્થા કરી છે.