પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આંધ્રપ્રદેશના પુટપર્થીમાં સાઇ હીરા ગ્લોબલ કન્વેંશન સેન્ટરનું ઉદ્દઘાટન કરશે

કન્વેંશન સેન્ટર સાંસ્કૃતિક આદાન પ્રદાન,આધ્યાત્મિકતા અન વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવાનું પ્રમાણ બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આંધ્રપ્રદેશના પુટ્ટ પર્થીમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેશન સેન્ટરનું ઉદઘાટન કરશે. આ સમારોહમાં દુનિયાભરના પ્રમુખ ગણમાન્ય વ્યક્તિ અને ભક્ત ઉપસ્થિત રહેશે. શ્રી સત્ય સાઈ સેન્ટ્રલ ટ્રસ્ટએ પુટ્ટપર્થીમાં પ્રશાંતિ નિલયમમાં એક નવી સુવિધા સાઈ હીરા ગ્લોબલ કન્વેશન સેન્ટરનું નિર્માણ કર્યું છે.

પ્રશાંતિ નિલયમ સત્ય સાઈ બાબાનો મુખ્ય આશ્રમ છે, સમાજસેવી પ્રયુકું હીરા દ્વારા દાન કરાયેલા કન્વેશન સેન્ટર સાંસ્કૃતિક આદાન-પ્રદાન, આધ્યાત્મિકતા અને વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવાનું પ્રમાણ છે. આ વિશાળ પરિસરમાં ધ્યાન કક્ષ, ઉદ્યાન અને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *