IT અને બેંકિગ સ્ટૉક્સમાં થયેલ ધમાકેદાર ખરીદી બાદ આજનું ભારતીય શેરબજાર ફરી હાઈ રેકોર્ડ પર બંધ.
ભારતીય શેરબજાર ફરી હાઈ રેકોર્ડ પર બંધ થયું. IT અને બેંકિંગ સ્ટોક્સની ધમાકેદાર ખરીદીને લીધે BSE સેંસેક્સ ૨૭૪ અંક ઉછાડાની સાથે ૬૫,૪૭૯ અને નેશનલ સ્ટૉક એક્સચેંજનું નિફ્ટી ૬૬ અંકોનાં ઉછાળા સાથએ ૧૯૩૮૯ અંક પર બંધ થયું હતું.
આજનાં ટ્રેડિંગમાં બેંકિંગ સ્ટોક્સમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો જેના લીધે નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયો. બેંક નિફ્ટી ૧૪૫ અંક કે ૦.૩૨ % નાં ઉછાળા સાથે ૪૫,૩૦૧ પર બંધ થયું. નિફ્ટી ITમાં ૩૦૫ અંક એટલે કે ૧.૦૪ % નો ઉછાળો નોંધાયો. આ સિવાય ફાર્મા, FMCG, મીડિયા, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સેક્ટરનાં સ્ટોક્સમાં ઉછાળો નોંધાયો હતો.
ઑટો, ઑયલ એન્ડ ગેસ, અનર્જી, મેટલ્સ સેક્ટરનાં શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આજનાં ટ્રેડમાં મિડ કેપ સેક્ટરનાં સ્ટોક્સમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદી થઈ હતી. સેંસેક્સનાં ૩૦ શેરોમાંથી ૧૯ માં તેજી તો ૧૧ માં ઘટાડો, જ્યારે નિફ્ટીનાં ૫૦ માંથી ૩૦ શેરોમાં તેજી અને ૨૦ માં ઘટાડો નોંધાયો હતો.