રાજ્યમાં ૧.૫૫ કરોડ વીજ ગ્રાહકોને ફટકારેલી ડિપોઝિટની નોટિસ રદ, ધારાસભ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત બાદ વીજ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.
ગુજરાત રાજ્યમાં વીજ ગ્રાહકોને ફટકારેલી ડિપોઝિટની નોટિસ રદ કરવામાં આવી છે. ૧.૫૫ કરોડ વીજ ગ્રાહકોને ફટકારેલી નોટિસ રદ કરવામાં આવી છે. જેથી હવે ગ્રાહકોને આશરે ૮૫૦ કરોડ રૂપિયાનો ફાયદો થશે. અગાઉ વીજ વિભાગે ગ્રાહકોને ફરીથી સિક્યોરીટી ડિપોઝિટ ભરવા નોટિસ પાઠવી હતી. જેની મુખ્યમંત્રીને રજૂઆત થતા નોટિસ રદ કરવાનો નિર્ણય વીજ વિભાગે કર્યો છે.
ગુજરાતમાં વીજ કંપનીઓએ ૧.૫૫ કરોડ જેટલા ગ્રાહકો પાસેથી ૮૫૦ કરોડનું ઉઘરાણું કરવાની કવાયત હાથ ધરી હતી. વીજ કંપનીએ રહેણાંક, કોમર્શિયલ અને લઘુ ઉદ્યોગોને રૂ. ૫૦૦ થી ૭૦,૦૦૦ સુધીની સિક્યુરિટી ડિપોઝિટ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ અંતર્ગત વડોદરામાં વીજ કંપની દ્વારા ૧,૩૦૦ લઘુ ઉદ્યોગો, ૭,૦૦૦ કોમર્શિયલ મિકલત અને ૫,૦૦૦ રહેણાંક મિકલતને નોટિસ આપવામાં આવી હતી. વીજ કંપની વડોદરામાંથી સિક્યુરિટી ડિપોઝિટ પેટે અંદાજિત ૧૩ કરોડનો લક્ષ્યાંક હતો.
ધારાસભ્ય યોગેશ પટેલને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેમણે આ મામલે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું હતું.
૨ જુલાઈના રોજ વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત કરી હતી. ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત બાદ ઊર્જા મંત્રીએ નિર્ણય રદ કર્યો છે.