રાજ્યસભાની ચૂંટણી પહેલા સામે આવ્યા મોટા સમાચાર, પાર્ટી હાઈકમાન્ડ ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોંપી શકે છે મહત્વની જવાબદારી.
રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાર્ટી હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નીતિન પટેલને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે.
મહેસાણાના કડીમાં નીતિન પટેલના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સી.આર પાટીલે સ્ટેજ પરથી નીતિન પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવો સંકેત આપ્યો હતો. જે બાદથી નીતિન પટેલને રાજ્યસભાની ટિકિટ આપવાની પણ ચર્ચા ચાલી રહી છે.