ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં ૫ – ૪ થી હરાવી નવમી વખત SAFF ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી.
બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે નિયમન સમયે ૧ – ૧ થી ડ્રો બાદ પેનલ્ટી શૂટ-આઉટ દ્વારા ભારતે ફાઇનલમાં જીત મેળવી હતી. કુવૈતના કેપ્ટનની અંતિમ કિકમાંથી ગોલ બચાવીને ગોલકીપર ગુરપ્રીત સિંહ ફરી એકવાર ભારતીય ટીમ માટે હીરો સાબિત થયો. ભારતીય ટીમે સેમિફાઇનલમાં લેબનોનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે કુવૈતે અન્ય છેલ્લા ચાર મુકાબલામાં બાંગ્લાદેશને ૧ – ૦ થી હરાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SAFF ચેમ્પિયનશિપ ૨૦૨૩ માં ભારતની જીત પર ખુશી વ્યક્ત કરી છે. એક ટ્વીટમાં આ એથ્લેટ્સના નિશ્ચય પર પ્રકાશ પાડતા કહ્યું કે, તેમની સિદ્ધિઓ ભવિષ્યના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.
યુવા અને ખેલ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં કુવૈત સામે ભારતીય ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી છે. બ્લુ ટાઈગર્સ તરીકે જાણીતી ભારતીય ફૂટબોલ ટીમે રેકોર્ડ નવમી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે. એક ટ્વિટ સંદેશમાં, અનુરાગ ઠાકુરે ટીમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી અને ખેલાડીઓને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા.