સેંસેક્સ ૬૫,૭૫૪,૧૨ અને નિફ્ટી ૧૯,૪૭૨ ના આંક સાથે આજે શેરબજારમાં નવો કિર્તીમાન સ્થાપિત થયો છે.
શેર બજારમાં આજે ફરીએકવાર રેકોર્ડ સર્જાયો, સેંસેક્સ ૬૫,૭૫૪,૧૨ અને નિફ્ટી ૧૯,૪૭૨ પર પહોંચીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. શરૂઆત નબળી થયા બાદ ૧૦:૧૦ વાગ્યે શેર બજારની ગાડી તેજીના પાટા પર આવી ગઇ. એ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના જોરે સેંસેક્સ ૧૩૭ અંકની બઢત સાથે ૬૫,૫૮૩ના સ્તર પર પહોંચી ગયો. બીજી બાજુ નિફ્ટી ૫૦ પણ ૫૧ અંકની તેજની સાથે ૧૯,૪૫૦ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો હતો.
શેર બજારમાં આજે નિચલા સ્તરથી રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. વધુ ખરીદારીને કારણે સેંસેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યું છે. BSE સેન્સેક્સ પ્રથમવાર ૬૫,૮૩૨ અને નિફ્ટી ૧૯,૫૧૨ સુધી પહોંચ્યા છે. બજારમાં આવેલી તેજી પાછળ જવાબદાર રિયલ્ટી, PSU બેંકિંગ સ્ટોક્સ સૌથી આગળ રહ્યાં હતા. નિફ્ટી માં એપોલો હોસ્પિટલ્સ ના શેર ટોપ ગેનર રહ્યાં હતા. ભારતીય શેર બજાર આજે સુસ્તી સાથે બંધ થયું હતું જો કે ગુરુવારે લીલા રંગના આંકડા જોવા મળતાં રોકાણકારોમાં હરખની હેલી જોવા મળી હતી.