અમેરિકાએ કહ્યું કે ભારત વૈશ્વિક મંચ પર સૌથી મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે
અમેરિકાએ કહ્યું છે કે, ભારત વૈશ્વિક મંચ પર સૌથી વધુ માંગ ધરાવતા દેશોમાંનો એક છે અને તેણે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વિકસિત કરવા માટે પગલાં લીધાં છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ઈન્ડો-પેસિફિક બાબતોના સંયોજક કર્ટ કેમ્પબેલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની તાજેતરની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાએ સફળતાપૂર્વક દ્વિપક્ષીય સંબંધોને આગલા સ્તર પર લઈ ગયા છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે હવે ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
આ દરમિયાન, યુક્રેનમાં યુએસના રાજદૂત બ્રિજેટ એ બ્રિંકે જણાવ્યું હતું કે ભારત તેની વધતી જતી વૈશ્વિક પ્રોફાઇલ અને જી-૨૦ અધ્યક્ષતા સાથે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવામાં યોગદાન આપી શકે છે. ભારતીય પત્રકારોના સમૂહને માહિતી આપતાં, સુશ્રી બ્રિંકે જણાવ્યું હતું કે ઘણા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારતનું નેતૃત્વ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અમેરિકા સ્વતંત્રતા અને લોકશાહીને સમર્થન આપવા માટે ભારત સહિત વિશ્વભરના તેના સાથી દેશો સાથે કામ કરવા ઉત્સુક છે.