આગામી તા. ૨૪ જુલાઈના રોજ ગુજરાતમાં ત્રણ બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે

ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભા માટે ત્રણ સભ્યોની ચૂંટણી તા. ૨૪ જુલાઈ- ૨૦૨૩ ના રોજ યોજાનાર છે. ઉમેદવારે અથવા તેમના કોઈપણ દરખાસ્ત કરનારે નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીને અથવા મદદનીશ નિર્વાચન અધિકારીને ગુજરાત વિધાનસભા સચિવાલય, ત્રીજો માળ, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, સેક્ટર -૧૦, ગાંધીનગર ખાતે તા.૧૪ જુલાઈ- ૨૦૨૩ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કોઈપણ દિવસે સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ કલાક દરમિયાન પહોંચાડવાના રહેશે. ગુજરાતમાં ત્રણ બેઠકો માટે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારે તા.૧૩ જુલાઈ સુધીમાં નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીને પહોંચાડવાના રહેશે

આ માટે નામ-નિર્દેશનપત્રોના નમૂના નિર્વાચન અધિકારીની કચેરીમાં કચેરી સમય દરમિયાન મળી રહેશે.  નામ-નિર્દેશનપત્રોની ચકાસણી તા. ૧૪ જુલાઈ- ૨૦૨૩ ના રોજ બપોરના ૦૧:૩૦ કલાકે નિર્વાચન અધિકારીની કચેરીમાં કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની સૂચના ઉમેદવાર અથવા તેમની દરખાસ્ત કરનાર અથવા ઉમેદવારે જેમને લેખિતમાં સત્તા આપી હોય એવા ચૂંટણી એજન્ટે નિર્વાચન અધિકારી અથવા મદદનીશ નિર્વાચન અધિકારીની કચેરીમાં તા ૧૭ જુલાઈ- ૨૦૨૩ ના રોજ બપોરના ૦૩:૦૦ કલાક પહેલાં આપી શકાશે. આગામી તા.૨૪ જુલાઈ- ૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૪:૦૦ કલાક સુધી મતદાન યોજવામાં આવશે તેમ, નિર્વાચન અધિકારી, ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા વધુમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *