કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ એક બાદ એક ૧૪ ગોળી ફાયર કરી.
કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની અને ગુસ્સાને કોઈ લેવા દેવા નથી. ધોનીએ ભારતીય સેના જોઈન કર્યા બાદ તેની ટ્રેનિંગ પણ લઈ લીધી હતી. ક્રિકેટના મેદાનમાં શાંત રહીને પણ દુશ્મન ટીમને હાર તરફ ધકેલી દેનારા ધોનીનો તેની બર્થ ડે પર આજે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે રિવોલ્વર પકડીને એક બાદ એક ૧૪ રાઉન્ડ ફાયર કરી રહ્યો છે. આ વિડિયોને જોઈ તમે પણ એકવાર વિચારમાં તો પડી જ જશો.
ધોનીએ થોડા વર્ષો પહેલા પિસ્તોલ ઉપાડીને એક પછી એક ફાયરિંગ કરવાનું આ પરાક્રમ કર્યું હતું. એમએસ ધોનીએ ૫ વર્ષ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો હતો, જેમાં તે પિસ્તોલથી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. પિસ્તોલ વડે નિશાન પર ગોળીબાર કરતો તેનો આ વીડિયો શૂટિંગ રેન્જનો છે. આ અનુભવનો આનંદ માણતા ધોનીએ વીડિયોના કેપ્શન દ્વારા કહ્યું કે જાહેરાત શૂટ કરવા કરતાં બંદૂક ચલાવવામાં વધુ મજા આવે છે.

ભારતમાં ક્રિકેટ એક ધર્મ તરીકે ગણાય છે અને આ ધર્મના ભગવાન સચિન તેંડુલકરને માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં એક એવો પણ સમય હતો, જ્યારે સચિન આઉટ થઈ જાય તો લોકો TV બંધ કરી દેતા હતા. લોકો બસ તેંડુલકરને જોવા માટે જ ટીવી જોતા હતા, પણ એક ક્રિકેટર એવો આવ્યો, જેણે જોવા માટે સચિન આઉટ થયો હોય તોપણ લોકોને ટીવી સામે બેસી રહેવા મજબૂર કરી દીધા હતા. લોકોને આશા રહેતી કે તેંડુલકર આઉટ થયો તો કોઈ નહીં, વર્લ્ડનો બેસ્ટ ફિનિશર તો ટીમને નૈયા પાર કરાવી જ દેશે. એ ક્રિકેટર એટલે મહેન્દ્ર સિંહ ધોની.

