સ્ટોક માર્કેટમાં અનેક રોકાણકારોએ અનુભવ્યો ‘શોક’

BSE સેન્સેક્સ આજે ૫૦૫ ના કડાકા સાથે તુટીને ૬૫,૨૮૦ પર બંધ થયો હતો બીજી તરફ નિફ્ટી પણ ૧૬૫ તૂટીને ૧૯,૩૩૧ અંક પર અટક્યો હતો.

તેજીને લઈને શેર બજારમાં રોકાણકારો પ્રોત્સાહિત થયા હતા. જોકે સ્ટોક માર્કેટમાં રોકાણ દરમિયાન આજે અનેક રોકાણકારોએ ‘શોક’ અનુભવ્યો હતો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર ધડામ દઈને નીચું પછડાતા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો હતો BSE સેન્સેક્સ આજે ૫૦૫ ના કડાકા સાથે તુટીને ૬૫,૨૮૦ પર બંધ થયો હતો બીજી તરફ નિફ્ટી પણ ૧૬૫ તૂટીને ૧૯,૩૩૧ અંક પર અટક્યો હતો. જેને લઈને બજારમાં નરમાઈ જોવા મળી હતી. જોકે એફએમસીજી અને બેન્કિંગ શેરો બજારની નરમાઈમાં અગ્રીમ રહ્યા હતા. તો મીડિયા શહેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. જેમાં એનએસઇ પર મીડિયા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *