પીએમ મોદીએ છત્તીસગઢમાં જનસંબોધન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘ભ્રષ્ટાચાર કોંગ્રેસની સૌથી મોટી વિચારધારા છે.
પીએમ મોદીએ આજે રાયપુરમાં જનસંબોધન કર્યું અને છત્તીસગઢને કરોડોની ભેટ યોજના સ્વરૂપે આપી. તો બીજી તરફ જનસંબોધન દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે એવા જિલ્લાઓ કે જ્યાં પહોંચવું અઘરું છે, તેમને દુર્ગમ ગણાવી કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેસી જાય છે પરંતુ ભાજપે આવા જિલ્લાઓને પ્રાથમિકતા આપી છે. આવા જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓ તરીકે ઘોષિત કર્યાં છે
‘કોંગ્રેસે નક્કી કર્યું છે કે છત્તીસગઢને લૂંટવું છે. કોંગ્રેસ માટે છત્તીસગઢ એટીએમ છે. ભ્રષ્ટાચાર વિના કોંગ્રેસ શ્વાસ પણ નથી લઈ શકતી. ભ્રષ્ટાચાર કોંગ્રેસની સૌથી મોટી વિચારધારા છે.’ પીએમ એ કોંગ્રેસપર પ્રહાર કરતાં આગળ કહ્યું કે,’ જે ડરી જાય તે મોદી નથી. આ લોકો મારી કબર ખોદવાની વાતો કરે છે. દેશનાં દરેક ભ્રષ્ટાચારી જો ભષ્ટાચારની ગેરંટી છે તો મોદી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની ગેરંટી છે. જેણે ખોટું કર્યું છે તે બચશે નહીં.’
‘જેમના પર દાગ લાગેલા છે તેઓ આજે ભેગા થઈ રહ્યાં છે. જેઓ એકબીજા પર આરોપો મૂકતાં હતાં તેઓ આજે સાથે થવાના બહાનાઓ શોધી રહ્યાં છે. તેમને લાગે છે કે આવું કરીને મોદીને ડરાવી શકશે..’