કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવી દિલ્હીમાં ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે નવી દિલ્હીમાં ચિંતન શિવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજે હાજર હતા. આ પ્રસંગે બોલતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં કૃષિની મહત્વની ભૂમિકા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, કોવિડ રોગચાળા દરમિયાન ભારતે અનાજની સપ્લાય કરીને ઘણા દેશોને મદદ કરી છે.

ચિંતન શિબિર દરમિયાન ક્લાયમેટ ફ્રેન્ડલી એગ્રીકલ્ચર, કૃષિમાં ખાનગી ક્ષેત્રનો લાભ, કૃષિમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો અને કૃષિ વ્યવસાયમાં સરળતા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિવર સંકલિત પોષક તત્ત્વોના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા પડકારોને સંબોધિત કરતી વખતે કૃષિ આબોહવાને સ્થિતિસ્થાપક બનાવવા માટે નવીન વિચારો અને વ્યૂહરચનાઓને ઔપચારિક બનાવવાની અનન્ય તક પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *