GST સંબંધિત કેસની તપાસ કરી શકશે ED

સરકારે GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે ED હવે ગેરરીતિ કરનારાઓ સામે કાર્યવાહી કરી શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા GST ચોરીને લઈને મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)ને PMLA હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે શનિવારે મોડી રાત્રે નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મતલબ કે હવે ED GST સંબંધિત બાબતોમાં સીધો હસ્તક્ષેપ કરી શકશે. ED GST ચોરી કરનાર પેઢી, વેપારી અથવા સંસ્થા સામે સીધી કાર્યવાહી કરી શકશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, GST નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે GSTમાં ગડબડ કરનારા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને પેઢીઓ સામે ED કાર્યવાહી કરી શકશે. આ સાથે જ GST કલેક્શનમાં થનારી અનિયમિતતાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાશે. કારણ કે GST ગુનાઓની તપાસ ED મની લોન્ડરિંગના સ્વરૂપમાં કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *