ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

અત્યારે દેશના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અત્યારે દેશના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પહાડી વિસ્તારથી મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના બનાવો વધી રહ્યાં છે. જ્યારે મેદાની વિસ્તારોના લોકો પાણીનો ભરાવો તેમજ પૂરના કારણે પરેશાન થઇ રહ્યાં છે.

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર ઉત્તરપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા સહિત દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુશળધાર વરસાદથી ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની સ્થિતિ ખરાબ છે. ભૂસ્ખલન અને રોડ બ્લોકેજના કારણે પહાડી રાજ્યોમાં વિવિધ સ્થળોએ જનજીવન અસ્તવ્યસ્ત થઇ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલ વરસાદથી વહિવટીતંત્રએ નિચાણવાળા વિસ્તારો સહિત કઠવા અને શાંભા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં રાજ્યની નદીઓ, નાળા, જળાશય છલોછલ ભરાયા છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલનની સમસ્યા ઉભી થઇ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં બે દિવસના વરસાદ બાદ સ્થિતિ સારી છે. જોકે અગમચેતીના ભાગરૂપે આજે દિલ્હી એન.સી.આરના વિવિધ વિસ્તારોમાં સ્કુલો બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *