અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી.
૧. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે F૧૬ ફાઈટર જેટની માંગ અને સ્વિડનને નાટો દેશની યાદીમાં સમાવેશ કરવા મુદ્દે ચર્ચા થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેઓ સ્વિડનને જલ્દી જ નાટો દેશોના સભ્ય દેશ તરીકે જોવા માંગે છે. કોઈ દેશને નાટોનો સભ્ય બનાવવા માટે અન્ય સભ્ય દેશની સંમતિ લેવી જરુરી છે.
૨. તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને જણાવ્યું કે, સ્વીડને આતંકવાદ વિરોધી કાનૂને મંજુરી આપવા માટે સાચી દીશામાં પગલાં લીધાં છે પણ આ પગલાં ઉપયોગી નહોતાં કારણ કે અન્ય પાર્ટીઓ વિરોધમાં પ્રદર્શન ચાલું રાખ્યાં હતાં.
૩. સૂદાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે શનિવારે થયેલા હવાઈ હુમલામાં 22 લોકોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. સુદાના બે મુખ્ય પ્રતિદ્વંદીઓ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
૪. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસએ સુદાનમાં થઈ રહેલા સંઘર્ષનો ભોગ બની રહેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલ લોકો જલ્દી સાજા થાય તેની કામના કરી .
૫. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આશા વ્યક્ત કરી કે, નાટો દેશોના આગામી શિખર સંમેલનમાં સભ્ય દેશોના ઘણા મુદ્દાઓ પર નિર્ણય લેવાશે. સાથે જ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા સામે કાર્યવાહી થવી જોઈએ.