ભારત અને વેસ્ટઈંડીઝની વચ્ચે ડોમિનિકાનાં વિંડસર પાર્કમાં રમાનારી ટેસ્ટ મેચ દરમિયાન સંભવત: વરસાદ આવી શકે છે અને મેચ કેન્સલ થઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમ ૧ મહિનાનાં બ્રેક બાદ વેસ્ટઈંડીઝાં પ્રવાસે ૧૨ જૂલાઈથી મેચની શરૂઆત કરવા જઈ રહી છે. આ દરમિયાન શરૂઆતની ૨ ટેસ્ટ મેચ એકસાથે રહેશે. ડોમિનિકામાં વિંડસર પાર્ક ૧૨-૧૬ જૂલાઈ સુધી પ્રથમ ટેસ્ટની હોસ્ટિંગ કરશે. આ મેચથી પહેલા ક્રિકેટ ફેંસ માટે ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ડોમિનિકામાં થનારી આ મેચ દરમિયાન વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર ડોમિનિકામાં થનારી પહેલી ટેસ્ટ મેચમાં વરસાદ વરસી શકે છે. જો કે મેચનાં બીજા અને ત્રીજા દિવસે હવામાન સાફ રહી શકે છે. તો ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શક્ય છે કે આ વરસાદ પ્રથમ ટેસ્ટ મેચમાં ખલેલ પહોંચાડે.