નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની ૫૦મી બેઠક મળશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હી વિજ્ઞાન ભવનમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ૫૦મી બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નાણામંત્રી પંકજ ચૌધરી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.

બેઠકમાં ઓનલાઇન ગેમિંગ, ટ્રેડિંગ, GST દરોમાં બદલાવ જેવા કેટલાક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં થયેલ ૪૯મી GST પરિષદની બેઠકમાં સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જૂન ૨૦૨૨ સુધીનું એરિયર્સ ૧૬,૯૮૨ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *