પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિ

અખિલેશ યાદવ બાદ ઉદ્ધવ ઠાકરે સાથે શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની આ રીતે નેતાઓ સાથેની મુલાકાતે ચર્ચાઓ જગાવી છે.

લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ફરી એકવાર નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા લાંબા સમય બાદ ફરી એકવાર એક્ટિવ થયેલા દેખાઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા એકબાદ એક ભાજપ વિરોધી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથેની મુલાકાત કર્યા બાદ તેઓ મુંબઈ ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને યુબીટી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ બાલસાહેબ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત બાદ ફરી રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. એક બાદ એક નેતાઓને મળવા જઈ રહેલા શંકરસિંહ વાઘેલા અંદરખાને કંઈક ખીચડી પકવતા હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે.

શંકરસિંહ વાઘેલા ગઈકાલે ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા.શંકરસિંહ વાઘેલા અને ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બેઠકમાં કોઈ જ ચર્ચા થઈ નથી. બેઠક દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા. તે સમયના દિવસોને તેમણે યાદ કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ શંકરસિંહ વાધેલાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

શંકરસિંહ અન્ય કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસ અગાઉ તેઓ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *