નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી, ૧૩૭ ફાર્મા કંપનીઓની તપાસ

દવાઓના નિર્માણની ગુણવત્તા સાથે કોઈ પ્રકારની સમજૂતી કરવામાં નહીં આવે.

કેન્દ્રિય આરોગ્યમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભારતના ઔષધિ મહાનિયંત્રકને આદેશ આપ્યો છે કે, નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ભારતમાં દવાઓના નિર્માણની ગુણવત્તા સાથે કોઈ પ્રકારની સમજૂતી કરવામાં નહીં આવે. ડૉ.માંડવિયાએ નવી દિલ્હીમાં ફાર્માસ્યુટીકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, ફાર્માસ્યુટીકલ કંપનીઓના નિરીક્ષણ માટે વિશેષ દળ બનાવવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રોડક્ટની ગુણવત્તાના આધાર પર ઔષધિ ક્ષેત્રે ભારતની વૈશ્વિક સ્થિતિ નિર્ધારિત થાય છે. ૧૩૭ ફાર્માસ્યુટીકલ કંપનીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ૧૦૫ કંપનીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *