રાજ્યસભાની ૩ બેઠકો માટે યોજાશે ચૂંટણી

ગુજરાતની રાજ્યસભાની ૩ બેઠકો માટે ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા બે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.

રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં ૨ રાજ્યસભા બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, ૩ બેઠકો પૈકી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ૨ દિવસ અગાઉ જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *