વિભાગોની વહેંચણીને લઈને હજુ સુધી સમાધાન ન આવતાં અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરવા રવાના થયા.
મહારાષ્ટ્રમાં અજીત પવાર ડેપ્યૂટી સીએમ બન્યા છતાં રાજનીતિમાં વિવાદો શાંત થયાં નથી. શિંદે સરકારમાં ડિપાર્ટમેન્ટનાં વિભાજનને લઈને હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. આ જ કારણોસર એનસીપી અજીત પવાર અને પ્રફુલ્લ પટેલ આજે દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. પરંતુ અજીત પવારે સમાધાન માટે દિલ્હી શા માટે જવું પડી રહ્યું છે? એવા કયા વિવાદિત મુદાઓ છે જેમાં શિંદે અને ફડણવીસ સહમત નથી થઈ રહ્યાં?
શિવસેના શિંદે જૂથ પાસે હાલમાં એક્સાઈઝ, શિક્ષા, શહેરી વિકાસ, ઉદ્યોગ, પરિવહન વગેરે જેવા વિભાગો છે. શિવસેના આ વિભાગો છોડવા ઈચ્છતી નથી.