પ્રધાનમંત્રી ૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે પેરિસની મુલાકાતે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર ૧૩-૧૪ જુલાઈ ૨૦૨૩ દરમિયાન પેરિસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ હશે, જ્યાં ભારતીય સશસ્ત્ર દળોની ત્રિ-સેવાઓની ટુકડી ભાગ લેશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ઔપચારિક વાતચીત કરશે. રાષ્ટ્રપતિ મેક્રોન પ્રધાનમંત્રીના સન્માનમાં સ્ટેટ બેન્કવેટ તેમજ ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે.
પ્રધાનમંત્રી ફ્રાન્સના પ્રધાનમંત્રી તેમજ સેનેટ અને ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે. ફ્રાન્સમાં ભારતીય ડાયસ્પોરા, ભારતીય અને ફ્રેન્ચ કંપનીઓના CEO અને અગ્રણી ફ્રેન્ચ હસ્તીઓ સાથે અલગથી વાર્તાલાપ કરશે. આ વર્ષે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીની ૨૫મી વર્ષગાંઠ છે અને પ્રધાનમંત્રીની મુલાકાત વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક સહયોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્ય માટે ભાગીદારીનો માર્ગ તૈયાર કરવાની તક પૂરી પાડશે.