છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં

ભાજપે છત્તીસગઢ માટે રોડમેપ બનાવવાનું શરૂ કરી દીધું, છત્તીસગઢમાં તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી

દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન હવે આ વર્ષે છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાની ટોચે પહોંચવા માટે રાજકીય પક્ષોએ પૂરા જોરશોરથી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી દીધી છે. ભાજપે છત્તીસગઢ માટે રોડમેપ બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે છત્તીસગઢમાં તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી છે.

અમિત શાહે ૫ અને ૬ જુલાઈના રોજ છત્તીસગઢમાં રાજ્ય સંગઠનની બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભા ચૂંટણી લડશે. જોકે રાજ્યની ચૂંટણી પાર્ટીના સૌથી ચહેરા પીએમ મોદીના સામૂહિક નેતૃત્વ હેઠળ અને છત્તીસગઢમાં લડવામાં આવશે.

ભાજપ પાર્ટી હાઈકમાન્ડે પાર્ટીમાં જૂથવાદને રોકવા માટે કોઈ એક નેતાને બદલે સામૂહિક નેતૃત્વ પર દાવ લગાવવાનું વધુ સારું માન્યું છે. છત્તીસગઢમાંવિધાનસભા ચૂંટણી આડે ૪ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આથી પાર્ટી હાઈકમાન્ડે રાજ્ય સંગઠન અને નેતાઓની કડકાઈ શરૂ કરી દીધી છે. BJP સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પોતે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભૂપેશ બઘેલની કોંગ્રેસ સરકારને હરાવવા અને સામૂહિક નેતૃત્વ હેઠળ પાર્ટીને એકજૂથ રાખવાની કમાન સંભાળી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *