હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે.
વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે,
આગામી ૭ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો ૧૮ જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે.
રાજ્યમાં સિઝનનો હાલ સુધી ૬૦ % ઉપર વરસાદ નોંધાયો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૮૦ % વધુ વરસાદ ખાબક્યો છે. ૩ દિવસ બાદ ફિશરમેન વોર્નિંગ આપવામાં આવશે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી ૬૦ % થી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત રિજ્યનમાં હાલ સુધી ૪૧ % વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૮૦ % વધુ વરસાદ પડ્યો છે. ત્રણ દિવસ બાદ ફિશરમેન વોર્નિંગ આપવાના આવી છે.