આગામી ૧ અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ

સ્કાયમેટ દ્વારા આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સ્કાયમેટ દ્વારા અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં આવતું એક અઠવાડિયું એટલે કે  વાતાવરણ અંગે માહિતી આપવી વેબસાઇટ સ્કાઇમેટે આગાહી કરતાં કહ્યું છે કે ૧૬-૧૭ જુલાઇએ ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે.  ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં જ્યાં હજી સુધી સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો  દક્ષિણના વલસાડ, નવસારી ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે. તો પુર્વીય ગુજરાત સહિત અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આગામી ૧ અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ત્યારે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તેમજ દક્ષિણ- પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદ થશે. કચ્છ અને જામનગર- દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. તેમજ જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ સારો વરસાદ થશે. તેમજ વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થસે. ઓફસોર ટ્રફ મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું ચક્રવાત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *