કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદની કરશે અધ્યક્ષતા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. કોન્ફરન્સ દરમિયાન ૨,૪૧૬ કરોડ રૂપિયાની કિંમતના ૧.૪૪ લાખ કિલોગ્રામથી વધુના ડ્રગ્સનો નાશ કરવામાં આવશે. નોંધનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-NCB દ્વારા તમામ રાજ્યોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરીને દેશના વિવિધ ભાગોમાંથી આ માદક દ્રવ્યો ઝડપાયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ભારતને નશા મુક્ત બનાવવા માટે ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. વર્ષ ૨૦૨૨માં ૧ જૂનથી આ વર્ષે ૧૫મી જુલાઈ સુધીમાં, રાજ્યોના NCB અને ANTFના પ્રાદેશિક એકમોએ સામૂહિક રીતે લગભગ ૮,૭૦,૫૫૪ કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કર્યો છે. મહત્વનું છે કે, જેટલા ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો છે તે તેના લક્ષ્યાંક કરતાં ૧૧ ગણું વધારે છે. તેની કિંમત લગભગ ૯,૫૮૦ કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *