આજથી રાજ્યમાં વરસાદનાં ત્રીજા રાઉન્ડની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી ૭ દિવસ ગુજરાતમાં વરસાદ થશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગળનાં ૭ દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે. આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલથી ૨૩ તારીખ સુધી ભારે વરસાદની આગાહીકરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને ૫ દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ૧૯ થી ૨૧ જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં ૧૯ અને ૨૦ જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ૭ દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં હાલ ૬૩ % વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.