સ્પેનના લા પાલ્મા ટાપુમાં લાગેલી જંગલમાં લાગેલી આગને કારણે ૨,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. તેમજ આગને કારણે સ્પેન અને યુરોપના કેટલાક ભાગમાં હિટવેવની અસર જોવા મળી રહી છે.
સ્પેનના લા પાલ્મા ટાપુ પર જંગલમાં ભીષણ આગ લાગી છે. આગ કાબૂમાં ન આવી હોવાથી સ્પેન અને યુરોપમાં હીટવેવના કારણે સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. તેમજ આગને કારણે ઓછામાં ઓછા ૨ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
સ્પેનના અધિકારીઓએ આગને લઈ જણાવ્યુ હતુ કે, આગને કારણે શનિવારે યુરોપને હીટવેવનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ સ્પેનના ઘણા ભાગોમાં ગયા અઠવાડિયે ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન જોવા મળ્યુ હતુ. ઉપરાંત સ્પેન અને સમગ્ર દક્ષિણ યુરોપમાં આવતા અઠવાડિયે પણ વધુ તાપમાન રહેવાની સંભાવના છે.
લા પાલ્મામાં આગ શનિવારે વહેલી સવારે કેનેરીમાં ટાપુની ઉત્તરે જંગલવાળા વિસ્તાર અલ પિનાર ડી પુન્ટાગોર્ડામાં શરૂ થઈ હતી. આગને કારણે પુન્ટાગોર્ડા અને પડોશી તિજારાફેનમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.