ચંદ્રયાન ૩ ધીરે ધીરે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે

૧૪ જુલાઈએ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-૩એ પૃથ્વીની ભ્રમણકક્ષાનો બીજો તબક્કો પૂરો કરી લીધો છે અને આવતીકાલે તે મહત્વની કક્ષામાં પ્રવેશીને ચંદ્રની વધુ નજીક આવી જશે.

ભારતનું મહત્વનું મિશન ચંદ્રયાન ૩ ધીરે ધીરે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન ૩ સફળતાપૂર્વક પૃથ્વીની બીજી કક્ષામાં પ્રવેશ કરી ચૂક્યું છે. ઇસરોએ એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી છે. ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન ૩ હવે પૃથ્વીની કક્ષામાં હાજર છે, જે પૃથ્વીથી ૪૧,603 કિમી x x ૨૨૬ કિમી દૂર સ્થિત છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-૩ બીજી કક્ષા સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. ચંદ્રયાન-૩નું લોકેશન હવે ૪૧,603 કિમી x ૨૨૬ની કક્ષામાં છે. પૃથ્વીની પરિક્રમા કરતી વખતે તે તેના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર આવશે. આવતીકાલ એટલે મંગળવાર ૧૮/૦૭/૨૩ના દિવસે તે ચંદ્ર તરફ વધારે વેગથી આગળ વધશે.

ચંદ્રયાન 3ને રોકેટની મદદથી પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે. આ પછી, આ અવકાશયાન તેના પ્રોપલ્શનનો ઉપયોગ કરીને પૃથ્વી પર ચક્કર લગાવીને તેને આગળ વધીને ચંદ્રની કક્ષામાં ગોઠવાઈ જશે. ત્યારબાદ અવકાશયાન ચંદ્રની પરિક્રમા કરવાનું શરૂ કરી દેશે. ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ લેન્ડરને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશે. ચંદ્રયાન ૩ પૃથ્વીથી ચંદ્રનું અંતર કાપવામાં ૪૫-૪૮ દિવસ સુધીનો સમય લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *