રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજના દિવસે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના ૭ જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજા ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૦૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ૩૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજ સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદે નવસારી શહેરને જળબંબાકાર સ્થિતિમાં મૂકી દીધું છે. એવામાં ગુજરાતમાં આગામી ૨૪ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૩ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ જિલ્લામાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથમાં એરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, સુરત અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરાયું છે.