બુધવારે થયેલા આ શંકાસ્પદ વિસ્ફોટના CCTV ફૂટેજ બહાર આવ્યા છે.
બુધવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પ્રચંડ ભૂગર્ભ વિસ્ફોટ થયો હતો, જેમાં એકનું મૃત્યુ થયું છે તો, ૪૦થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ સંભવિત બીજા વિસ્ફોટની ચિંતાને કારણે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી છે. બુધવારે થયેલા આ શંકાસ્પદ વિસ્ફોટના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં વિસ્ફોટ સ્થળે ઉભી રહેલી ગાડી સહિત લોકો હવામાં દૂર ફંગોળાયા હતા.