પાંચ એમ્બ્યુલન્સ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી, મકાન ધરાશાયી થતા નાસભાગ જોવા મળી
જૂનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાંથી આજે એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. આ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું જેમા કુલ છ લોકો દટાયા હોવાની આશંકાના સમાચાર મળ્યા હતા. આ મામલે વધુ એક માઠા સમાચર સામે આવી રહ્યા છે કે કાટમાળમાં દાટવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ ચાર દટાયાની આશંકા છે.
ઘટનાની જાણ થતા જ તરત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી કરી હાથ ધરી હતી. ઉપરાંત બચાવ માટે પાંચ એમ્બ્યુલન્સ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો અને તંત્ર દ્વારા કાટમાળને હટાવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢમાં બે દિવસ પહેલા આભ ફાટ્યું હતું જેના પગલે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું ત્યારે હવે કડિયાવાળ વિસ્તારમાં મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થઈ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.