ઈસરો દ્વારા અંતરિક્ષમાં મોકલનારા ૬ ઉપગ્રહો માટેની તૈયારીઓ પૂર્ણ, આ ઉપગ્રહો સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ૩૦ જુલાઈએ લોન્ચ કરાશે.
ISRO દ્વારા તાજેતરમાં જ સફળતાપૂર્વક ચંદ્રયાન-૩ લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે ઈસરો વધુ એક મોટું કારનામું કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. ચંદ્રયાન-૩ લોન્ચ કર્યા બાદ ઈસરો ૩૦ જુલાઈએ-૨૦૨૩ના રોજ પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV-C૫૬)ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ મિશન માટે ઈસરો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જે અંતર્ગત ઈસરો PSLV-C૫૬ સાથે ૬ ઉપગ્રહોને લોન્ચ કરી ફરી ઈતિહાસમાં નામ નોંધાવશે.
શ્રીહરીકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ૩૦ જુલાઈએ PSLV-C૫૬ લોન્ચ કરાશે. આ DS-SAR સેટેલાઈની સાથે ૬ ઉપગ્રહોને પણ નિયર ઈક્કેટોરિયલ ઓર્બિટમાં લઈને જવાશે. ઈસરોના જણાવ્યા અનુસાર એપ્રિલ-૨૦૨૩માં લોન્ચ કરાયેલા DS-SAR મિશન PSLV-C૫૫ જેવું જ મિશન છે, જે DS-SARને લોન્ચ કરશે. આ મિસાઈલનું વજન ૩૬૦ કિલોગ્રામ છે. આ મિસાઈલને ડીએસટીએ અને એસટી એન્જિનિયરિંગે સંયુક્ત રીતે તૈયાર કર્યું છે.