પીએમ નરેન્દ્ર મોદી: નામમાં INDIA કે ઇંડિયન લગાવવાથી કોઈ ભારતીય નથી થઈ જતું

૪ દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે,’મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિપક્ષ વિખરાયેલ છે.

ભાજપના સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર તીખી ટિપ્પણી કરી હતી. જણાવી દઈએ કે છેલ્લા ૪ દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે,’મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. આ લોકો મૂંઝવણમાં છે અને શું કરવું તે નક્કી નથી કરી શકતા.’ આગળ એમને કહ્યું કે, ‘તેમના વર્તનથી એવું લાગે છે કે આ લોકો ઘણા દાયકાઓ સુધી સત્તામાં આવવા માંગતા નથી. વિપક્ષ વિખરાયેલ છે.’ સાથે જ આ દરમિયાન એમને વિપક્ષના મહાગઠબંધનના નવા નામકરણને INDIA ને પણ નિશાન બનાવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે નામમાં INDIA કે ઇંડિયન લગાવવાથી કોઈ ભારતીય નથી થઈ જતું. સાથે જ એમને આ દરમિયાન એમને આતંકી સંગઠન ઇંડિયન મુજાહિદ્દીન અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમને કહ્યું હતું કે ઇંડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામોમાં પણ INDIA છે.

વડાપ્રધાનના વલણથી સ્પષ્ટ છે કે તેઓ સંસદમાં મણિપુર પર નિવેદન આપવાની વિપક્ષની માંગ સામે ઝૂકવાના નથી. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે અમારી માંગમાં ખોટું શું છે. આટલી મોટી ઘટના પછી પણ પીએમ મોદીએ માત્ર ૩૬ સેકન્ડ માટે મણિપુર પર વાત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *