ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
પાકિસ્તાનના નિર્વાચન આયોગે ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે અને આજે આયોગ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. નિર્વાચન આયોગે અનેક વાર પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને સુનાવણી માટે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાજર રહ્યા નહોતા. જેથી ઈસ્લામાબાદના પોલીસ મહાનિદેશકને પાકિસ્તાનના તહરીક-એ-ઈંસાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનને અવમાનના કેસમાં હાજર ના રહેવા માટે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પાર્ટીના પૂર્વ નેતા અસદ ઉમર અને ફવાદ ચૌધરીએ મુખ્ય નિર્વાચન આયોગ વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેથી તેમના વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.