‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી

વર્ષ ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર મહત્ત્વપૂર્ણ સૈન્ય જીત મેળવી હતી. જમ્મુ કાશ્મીના કારગિલ જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું.

વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે ૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી છે. વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર મહત્ત્વપૂર્ણ સૈન્ય જીત મેળવી હતી. જમ્મુ કાશ્મીના કારગિલ જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.

આ યુદ્ધ બે દક્ષિણ એશિયાઈ પાડોશીએ વચ્ચે થયેલ મુખ્ય સંઘર્ષમાંથી એક છે, જેના પરિણામસ્વરૂપે જીવન અને સંસાધનને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલ છેલ્લુ યુદ્ધ હતું. આ વર્ષે કારગિલ વિજય દિવસની ૨૪મી વર્ષગાંઠ છે.

કારગિલ વિજય દિવસે ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે. મે-જુલાઈ ૧૯૯૯ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી છે. ૫,000 પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં ઘુષણખોરી કરી ત્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. તત્કાલીન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફની જાણકારી વગર નિયંત્રણ રેખા LOC પર ઉંચાઈવાળા ક્ષેત્રોમાં રણનૈતિક ક્ષેત્રો પર કબ્જો કરી લીધો હતો. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાસ્તવિક સીમા તરીકે કાર્યરત છે.

આ યુદ્ધને કારણે ભારતીય સૈનિકો આક્રોશથી ભરાઈ ગયા હતા. પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી અને શિમલા સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું. બંને દેશો વચ્ચે શાંતિ જળવાય તે માટે વર્ષ ૧૯૭૨માં બંને દેશોએ શિમલા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રીનગરથી લેહને જોડતા મહત્ત્વપૂર્ણ રાજમાર્ગ પર કબ્જો મેળવવા માટે પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી. જેથી ભારતની સુરક્ષા માટે અને લદ્દાખ સુધી પહોંચવાના માર્ગ પર મહત્ત્વપૂર્ણ જોખમ ઊભું થયું હતું.

ભારત સરકારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને ખદેડવા અને ઘુસણખોરી કરેલ વિસ્તાર પરત મેળવવા માટે ૨૬ મે ૧૯૯૯ના રોજ ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી. ભારતીય વાયુસેનાના સહયોગથી ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડવા માટે પડકારજનક વિસ્તારમાં અને ખરાબ વાતાવરણમાં પણ બહાદુરીથી યુદ્ધ લડ્યું હતું. યુદ્ધ દરમિયાન જમીન પર હુમલા માટે ભારતીય વાયુસેનાએ મિગ-૨આઈ, મિગ-૨૩, મિગ-૨૭, જગુઆર અને મિરાજ-૨૦૦૦ સૈન્ય વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

ટાઈગર હિલ યુદ્ધને પોઈન્ટ ૫૩૫૩ની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ કારગિલ યુદ્ધમાં આ એક મહત્ત્વપૂર્ણ સૈન્ય યુદ્ધ હતું. મે ૧૯૯૯માં આ યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાની સેનાએ શિયાળાનો ફાયદો ઉઠાવીને નિયંત્રણ રેખા પાર કરીને ઘુસણખોરી કરી અને ટાઈગર હિલ સહિત અન્ય ચોટીઓ પર કબ્જો કરી લીધો હતો. જેનો ઉદ્દેશ્ય રાજમાર્ગ પર કબ્જો કરવાનો હતો, જે કાશ્મીર ઘાટીને શેષ ભારત સાથે જોડતો હતો. જેના જવાબરૂપે ભારતે ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી. ટાઈગર હિલ યુદ્ધ અનેક દિવસો સુધી ચાલ્યું હતું, જે ખૂબ જ ભયંકર ગણવામાં આવે છે. ભારતે કારગિલ યુદ્ધમાં ટાઈગર હિલ પર કબ્જો મેળવી લીધો હતો અને પાકિસ્તાનની સેનાને પરાસ્ત કરી હતી.

પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યા પછી પોઈન્ટ ૪૮૭૫ પર કબ્જો કરવા માટે ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ કેપ્ટન વિક્રમ બત્રાના નેતૃત્ત્વમાં ૧૩ જેએકે આરઆઈએફ સોંપવામાં આવ્યા હતા. કેપ્ટન બત્રાએ આ યુદ્ધનું નેતૃત્ત્વ કર્યું. વિક્રમ બત્રાએ એકલા હાથે દુશ્મનના પાંચ લડાકૂને ઠાર કર્યા અને ગંભીરરૂપે ઘાયલ થયા. ઘાયલ થવા છતાં દુશ્મન સંગર તરફ આગળ વધ્યા અને દુશ્મને ઠાર કરવા માટે હાથગોળા ફેંક્યા. વિક્રમ બત્રાની બહાદુરી જોઈને તેમના સાથી સૈનિકો પ્રેરિત થયા હતા, ત્યારપછી વિક્રમ બત્રા શહીદ થયા હતા. વિક્રમ બત્રાના દ્રઢ સંકલ્પ અને તેમના નેતૃત્ત્વને કારણે સૈનિકોને પોઈન્ટ ૪૮૭૫ પર કબ્જો મેળવવા માટે પ્રોત્સાહન મળ્યું. જેથી ભારતે પોઈન્ટ ૪૮૭૫ પર જીત મેળવીને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *