૨,૭૦૦ કરોડના ખર્ચે ૧૨૩ એકરમાં ફેલાયેલુ છે વિશાળ સંકુલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવન-પૂજન સાથે દિલ્હીમાં ઈન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ IECC સંકુલ બનાવનાર તમામ શ્રમજીવોને સ્નમાનિત કર્યા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી જી-૨૦ જૂથના દેશોની બેઠકમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. આ સંકુલ ૧૨૩ એકરમાં ફેલાયેલ પ્રગતિ મેદાનમાં ખૂબ જ ભવ્ય અને વિશાળ છે.
પુનઃવિકસિત અને આધુનિક, IECC સંકુલ, વિશ્વના ,ટોચના ૧૦ સંમેલન સંકુલોમાંનું એક છે. સંકુલની ભવ્યતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિશાળતા પણ મોટા પાયે વિશ્વ સ્તરીય ઈવેન્ટ્સનું આયોજન કરવાની ભારતની ક્ષમતાને દર્શાવે છે. કન્વેન્શન સેન્ટરના લેવલ-૩ માં ૭,000 લોકોની બેઠક ક્ષમતા છે,આ સંકુલ વૈશ્વિક સ્તરે મેગા કોન્ફરન્સ, આંતરરાષ્ટ્રીય સમિટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે ભારતની વિશેષ મેજબાની દર્શાવે છે.
IECC કોમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર, એક્ઝિબિશન હોલ, એમ્ફીથિયેટર વગેરે સહિત અનેક અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.ઉપરાંત મીટિંગ રૂમ, લાઉન્જ, ઓડિટોરિયમ, એમ્ફીથિયેટર અને બિઝનેસ સેન્ટરથી સજ્જ છે, જે તેને વિવિધ પ્રકારની ઇવેન્ટ્સનું આયોજન કરવા સક્ષમ બનાવે છે.