આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાના હુમલાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
‘જુઠ બોલે કૌંવા કાટે’
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સંસદ પરિસરમાં કાગડાએ ચાંચ મારી ત્યારે ભાજપને આ બહાને તેમની પર નિશાન સાધવાની તક મળી. આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચઢ્ઢા પર મંગળવારે સંસદ પરિસરમાં ફોન પર વાત કરતા સમયે કાગડાએ હુમલો કર્યો હતો. તેમના પર કાગડાના આ હુમલાને ત્યાં હાજર ફોટોગ્રાફરે કેદ કરી લીધો હતો.
રાઘવ ચઢ્ઢા રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લઈને ગૃહમાંથી બહાર આવી રહ્યા હતા. તે જ સમયે ક્યાંકથી એક કાગડો આવ્યો અને રાઘવના માથા પર ફરવા લાગ્યો. કાગડો અહીં જ ન અટક્યો પણ રાઘવને ચાંચ મારવાનો પ્રયત્ન કર્યો, કાગડાનો અચાનક હુમલો થતાં રાઘવ ચઢ્ઢા નીચે નમી ગયા હતા અને કાગડાના હુમલાથી પોતાની જાતને બચાવી લીધી હતી ત્યાર બાદ કાગડો ઉડી ગયો હતો. આ આખી ઘટના ત્યાં હાજર રહેલા એક ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપી પાડી હતી.
ટ્વિટર પર તસવીરો પોસ્ટ કરતી વખતે, ભારતીય જનતા પાર્ટીના દિલ્હી હેન્ડલે આમ આદમી પાર્ટી નેતા પર કટાક્ષ કર્યો. ભાજપે એક જૂની હિન્દી કહેવત “જૂઠ બોલે કૌવા કાટે” યાદ કરીને તેમની મજાક ઉડાવી હતી. બીજેપી દિલ્હીએ એક ટ્વીટમાં કહ્યું, “આજ સુધી આપણે માત્ર સાંભળ્યું હતું, આજે જોયું પણ કે કાગડાએ જૂઠને ચાંચ મારી હતી.