૨૭ જુલાઈ ૨૦૧૫ ના રોજ IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપતી વખતે ડો.એ.પી.જે. કલામને હાર્ટ એટેક આવ્યો હતો અને એમને દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું હતું. આજે તેમની પુણ્યતિથિ છે.
‘જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, જો તમે મક્કમ છો, તો સપના ચોક્કસપણે વાસ્તવિકતામાં બદલાય છે.’ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે આ વાતને સાચી કરીને ગયા. કલામની વાર્તા આજે સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. નોંધનીય છે કે ૨૭ જુલાઈ ૨૦૧૫ ના રોજ IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપતી વખતે કલામને હાર્ટ એટેક આવ્યો હતો અને એમને દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું હતું. આજે તેમની પુણ્યતિથિ.
એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મ ૧૯૩૧ માં રામેશ્વરમ, તમિલનાડુમાં થયો હતો. એમના પિતા માછીમાર હતા અને પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હતું. કલામનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું,આટલી ગરીબીમાં જીવવા છતાં એમને શરૂઆતથી જ ભણવાનો શોખ હતો. તેઓ તેમના પરિવારમાં ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા પરંતુ જીવનમાં આટલી બધી સમસ્યાઓ જોવા છતાં એમને હિંમત ન હારી, અભ્યાસ કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા હતા જે બાદ કલામ ભારતના ૧૧ મા રાષ્ટ્રપતિ બન્યા.
કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જાણીતા વૈજ્ઞાનિક અને એન્જિનિયર તરીકે પ્રખ્યાત થયા. લગભગ ચાર દાયકા સુધી, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની દેખરેખ વૈજ્ઞાનિક અને વિજ્ઞાન પ્રબંધક તરીકે કરી. બેલેસ્ટિક મિસાઈલ અને વાહન ટેકનોલોજીના વિકાસ માટે ભારતમાં ‘મિસાઈલ મેન’નું બિરુદ આપવામાં આવ્યું. ‘અગ્નિ કી ઉડાન’ એ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામની આત્મકથા છે.